સોજીના વધુ સેવનથી કજિયાતની સમસ્યા વધી શકે છે, અને પાચન પ્રક્રિયા પણ ધીમી પડી શકે છે. સોજી પાણીને શોષે છે, જેના કારણે મળ સૂકાવા લાગે છે અને તમને કબજિયાતની સમસ્યા થાય છે.
સોજીના વધુ સેવનથી તમને એસિડિટીની સમસ્યા વધી શકે છે. આના સેવનથી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે. પેટ વધુ સમય સુધી ભરેલું રહેવાથી એસિડિટીની સમસ્યા થઇ શકે છે.
સોજીથી બનેલી કોઇ પણ વસ્તુ ખાધા પછી ખૂબ જ વધારે પાણી તરસ લાગે છે. જ્યારે આપણે પાણી ન પીવાને બદલે વધુ ભોજન કરીએ છીએ, ત્યારે બ્લોટિંગ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
સોજીથી બનેલી કોઇ પણ વાનગીનું સેવન ખાલી પેટ ન કરવું. આવું કરવાથી પેટનું PH લેવલ ખરાબ થાય છે અને સાથે જ આ મેટાબોલિજમને પણ સ્લો કરે છે, જેનાથી વજન વધવાની સમસ્યા થાય છે.
સોજી ફાયબરથી ભરપૂર હોય છે, જે બ્લડ શુગરને પ્રભાવીત કરવાનું કાર્ય કરે છે. ફાયબર બ્લડમાં કાર્બ્સના અવશોષણને સ્લો કરે છે, જેનાથી લો બ્લડ શુગરની સમસ્યા થઇ શકે છે.
જો તમે ગ્લૂટેન સેન્સિટિવ છો તો એવામાં સોજીનું સેવન તમારા માટે હાનિકારક બની શકે છે. ગ્લૂટેન સેન્સિટિવિટીથી પરેશાન લોકોને આના કારણે ઉલ્ટી, ઉબકા, અસ્થમાં વગેરે જેવી સમસ્યા સામનો કરવો પડે છે.