બાળકોને તેમની પસંદગીની વસ્તુઓ અપાવવા માટે બિલકુલ સંકોચ ના કરો. બાળકોને અલગ- અલગ ડ્રોઇંગ શીટ, કલર્સ અને ક્રાફ્ટનો સામાન જરૂર અપાવો, જેનાથી તેમની ક્રિએટિવિટી વધુ સારી થશે.
બાળકોને ક્રિએટિવિટી કાર્યોમાં વધુ મદદ ના કરો, તેમને જાતે વસ્તુઓને સમજવા દો. બાળકોને જાતે જ ચિત્ર કે અન્ય વસ્તુઓ બનાવવા દો, જેનાથી તેમની ક્રિએટિવિટી સુધરશે અને ઇમેજિનેશન પણ વધશે.
બાળકોની રચનાત્મકતા સુધારવા માટે તેમને નવી નવી જગ્યા ઉપર ફરવા લઇ જવા એક સારો વિકલ્પ છે. બાળકોને પ્રાણીસંગ્રાલય, મ્યૂઝિયમ અને હિસ્ટોરિક પ્લેસ પર જરૂર લઇ જાવો, જેનાથી તેમને ઘણું જાણવા મળશે.
બાળકો તેમની કળા જ્યારે તમને બતાવે, તો કોશિશ કરવી કે તેને વધુ સલાહ ન આપવી. બાળકોએ બનાવેલી કવિતા અથવા પેઇન્ટિંગની ટીકા કરવાથી બાળકોનો મનોબળ કમજોર થવા લાગે છે.
બાળકો પર રોક-ટોક કરવાના કારણે અથવા કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવાથી બાળકો તેમનું મનગમતું કાર્ય નથી કરી શકતા. વધુ રોક-ટોક કરવાથી તેમની રચનાત્મકતા ઓછી થવા લાગે છે.