ખાલી પેટ દૂધમાં પલાળેલી બદામ ખાવાથી હાડકા મજબૂત બને છે. દૂધ અને બદામમાં કેલ્શિયમ અને પ્રોટીન મળી આવે છે. આ તત્વો હાડકાને હેલ્ધી રાખવા માટે ફાયદેમંદ મનાય છે.
દરરોજ સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી બદામનું સેવન કરવાથી વજન નથી વધતુ, કારણ કે તેમાં પ્રોટીન અને ફાઈબર મળી આવે છે. જેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
બદામમાં વિટામિન-ઈ હોય છે. જે વાળ અને સ્કિનને સ્વસ્થ જાળવી રાખવાનું કામ કરે છે. આથી તમારે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી બદામ ખાવી જોઈએ.
બદામમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ અને વિટામિન ઈ જેવા પોષક તત્વો મળી આવે છે, જે ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
વાયરલ બીમારીઓથી બચવા માટે દૂધમાં પલાળેલી બદામ ખાવાથી ફાયદો થશે. જેમાં મળી આવતા જરૂરી પોષક તત્વો શરદી, ઉધરસ અને ફ્લૂ સામે લડવામાં મદદ કરે છે.