લીંબુના વધારે પડતા સેવનથી સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુક્સાન


By Sanket M Parekh06, Oct 2023 03:59 PMgujaratijagran.com

લીંબુ હાનિકારક

લીંબુનું સેવને સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદેમંદ હોય છે. જો કે આજે અમે તમને જણાવીશું કે, કેવી પરિસ્થિતિઓમાં લોકો માટે લીંબુનું સેવન કરવું હાનિકારક નીવડી શકે છે.

ડિહાઈડ્રેશન

જણાવી દઈએ કે, લીંબુનું વધારે પડતું સેવન કરવાથી વ્યક્તિને ટૉઈલેટ વધારે આવે છે. જેનાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે, કારણે કે લીંબુ શરીરમાંથી પાણીની એક્સ્ટ્રા માત્રા નીકાળે છે. એવામાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને સોડિયમ જેવા તત્વ પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

માઈગ્રેન

વધારે લીંબુ ખાવાથી માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. આવા દર્દીઓએ લીંબુ ના ખાવા જોઈએ. લીંબુને ખાવાથી એલર્જિક રિએક્શન પણ થઈ શકે છે, જેનાથી વ્યક્તિને માઈગ્રેનનો એટેક પણ આવી શકે છે.

મોંઢામાં ચાંદા

લીંબુનું વધારે પડતુ સેવન કરવાથી મોંઢામાં ચાંદા પડી શકે છે. કેટલીક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, લીંબુમાં રહેલ સિટ્રિક એસિડ મોંઢામાં ચાંદા વધારે છે.

આયરન

લીંબુમાં રહેલ વિટામિન સી શરીરમાં આયરનને ઓબ્સોર્બ કરવાનું કામ કરે છે. જો કે શરીરમાં વિટામિન-સીનું પ્રમાણ વધવાથી લોહીમાં આયરનનું લેવલ વધી જાય છે.

હાર્ટબર્ન

મીડિયા રિપોર્ટ્સ મુજબ, જરૂરતથી વધારે પ્રમાણમાં લીંબુ ખાવાથી વ્યક્તિને હાર્ટબર્ન અને એસિડ રિફ્લિક્સની સમસ્યા થઈ શકે છે. જણાવી દઈએ કે, વધારે એસિડિક વસ્તુઓ ખાવાથી પેટમાં ચાંદા પડી શકે છે.

40 વર્ષ પછી વજન ઘટાડવા માટેની ટિપ્સ: પેટની ચરબી ઘટાડવા માટે આ ખાદ્યપદાર્થોનું સેવન કરો