ફાસ્ટ ફૂડનો સ્વાદ વધારતી માયોનીઝ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આને વધુ ખાવાથી બ્લડ પ્રેશર અને વજન વધવાની સમસ્યા થઇ શકે છે. આવો જાણીએ વધુ માયોનીઝ ખાવાના નુકસાન વિશે.
વધુ માત્રામાં માયોનીઝ ખાવાથી વજન વધવાનું જોખમ રહે છે. આમાં કેલરીની સાથે સાથે ખૂબ જ ફેટ હોય છે, જે શરીરમાં એકસ્ટ્રા ચરબીનું કારણ બને છે.
માયોનીઝમાં ઓમેગા 6 ફેટી એસિડ રહેલું હોય છે, જે બ્લડ પ્રેશર વધારે છે. જો તમે પહેલાથી હાઇ બીપીના શિકાર છો તો એવામાં માયોનીઝના સેવનથી બચવું જોઇએ.
વધુ માત્રામાં માયોનીઝ ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. આમાં રહેલા તત્ત્વો શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધારી શકે છે, જે ડાયાબિટીક દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થાય છે.
ઝંક ફૂડનો સ્વાદ વધારવાની સાથે સાથે માયોનીઝ શરીરમાં કોલેસ્ટ્રોલને પણ પ્રભાવીત કરી શકે છે. આને વધુ માત્રામાં ખાવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ વધી શકે છે.
માયોનીઝમાં સેચ્યુરેટેડ ફેટ્સ અને કેલરી વધુ હોય છે, જે હાર્ટ માટે જોખમકારક બની શકે છે. જો તમે નિયમિત માયોનીઝનું સેવન કરો છો તો તેનાથી તમારા કાર્ડિયોવેસ્કુલર હેલ્થ પર અસર થઇ શકે છે.
માયોનીઝમાં રહેલા આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ્સ શરીરના અંગો માટે હાનિકારક હોવાની સાથે સાથે માથાનો દુખાવો અને કમજોરીનું કારણ પણ બની શકે છે. આને વધુ ખાવાથી શરીરમાં કમજોરીનો અનુભવ થાય છે.