જીવનશૈલીમાં ફેરફાર અને આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને ડાયાબિટીસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.
આજે અમે તમને એક એવા જ દેશી ફળ વિશે જણાવીશું, જેની ચટણી ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારીને બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે.
અભ્યાસ મુજબ, આ સ્વદેશી ફળ ડાયાબિટીસની સ્થિતિ સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
જો કે તમે જામફળને ધોઈને સીધું ખાઈ શકો છો, પરંતુ તેની ચટણી ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ ફાયદાકારક છે.
આ દેશી ચટણી બનાવવા માટે એક પાકેલા જામફળને ધોઈને તેના ટુકડા કરી પછી મિક્સર ગ્રાઇન્ડર ટુકડાને પીસી લો.
હવે તેમાં થોડા તુલસીના પાન, તજનો ટુકડો, સ્વાદ મુજબ કાળું મીઠું અને 2 થી 3 ચમચી પાણી મિક્સ કરીને હળવા હાથે પીસી લો.
તમે તેમાં થોડા સ્વચ્છ જામફળના પાન પણ મિક્સ કરી શકો છો. કારણ કે જામફળના પાન શુગરને નિયંત્રિત કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે.
આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.