શિયાળામાં લીલું લસણ ખાવાથી મળશે અનેક સ્વાસ્થ્ય લાભો


By Dimpal Goyal19, Nov 2025 01:45 PMgujaratijagran.com

શિયાળામાં લીલું લસણ ખાવાના ફાયદા

શિયાળામાં મોસમી રોગોથી બચવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે તમારા આહારમાં લીલું લસણ શામેલ કરો. તેમાં ફાઈબર, વિટામિન C, આયર્ન અને કાંઇક મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે પાચનતંત્રને મજબૂત કરે છે, હાડકા મજબૂત કરે છે અને શરીરને ગરમ રાખે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારશે

શિયાળામાં લીલું લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીરને શરદી, ઉધરસ અને ફ્લૂથી બચાવે છે.

પાચનતંત્ર માટે ફાયદાકારક

લીલું લસણ પાચન સુધારે, પેટની બળતર દૂર કરે અને સ્વસ્થ બેક્ટેરિયા બનાવવામાં મદદ કરે છે.

હૃદય માટે ફાયદાકારક

લીલું લસણ સારો કોલેસ્ટ્રોલ વધારશે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડશે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખશે.

શરીર ડિટોક્સ કરે

લીલું લસણ કિડની અને લિવરને ડિટોક્સ કરે છે, યુરિનની પ્રક્રિયા સુધારે છે અને ઘણી બિમારીઓના જોખમને ઓછું કરે છે. ખોરાક, શાકભાજી અથવા ચટણીમાં તેને ઉમેરો.

ઇજા અને ઘા માટે ફાયદાકારક

લીલું લસણ ઘા અને ઇજાઓને ઝડપી ઠીક કરવામાં મદદ કરે છે, તેના એન્ટિબાયોટિક ગુણો જોવા મળે છે.

વાંચતા રહો

લીલું લસણ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, જો તમને કોઈ રોગ અથવા એલર્જીની સમસ્યા છે, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

લીંબુ સાથે બીટનો રસ પીવાના અદ્ભુત ફાયદા