સામાન્ય રીતે ઠંડીનુ આગમન થતાની સાથે જ લોકો અલગ અલગ ડ્રાઈફૂટ્સનુ સેવન કરવાનુ પસંદ કરતા હોય છે. લોકો ડ્રાઈફૂટ્સથી બનેલો હલવો ખાય છે.
ડ્રાઈફૂટ્સથી શરીરને ઘણા લાભ થાય છે. ઠંડીમા તેનુ સેવન કરવાથી શરીરમા ગરમાહટ મળે છે. તેમાથી લોકોની સૌથી પહેલી પસંદ ખજૂર હોય છે.
શિયાળામા લોકો ખજૂર ખાવાના લઈને મુંજવણમા રહે છે. ચલો જાણીએ શિયાળામા ખજૂર ખાવાથી શરીરને ક્યા ફાયદા મળે છે.
શિયાળાની શરુઆત થતા જ બજારમા ખજૂર જોવા મળે છે. ખજૂરમા પોષકતત્વોનો ભંડાર રહેલો છે.
ઠંડીમા તાપમાન ઓછુ હોવાથી કેટલાક લોકોમા બ્લડ સેલ્સ સંકળાય જતા હોય છે. જેનાથી લોહીનુ પરિભ્રમણ બરાબર થતુ નથી. તેવામા ખજૂરનુ સેવન કરવુ લાભદાયી સાબિત થાય છે.
કેટલાક લોકોને ઠંડીમા ગળી વસ્તુ ખાવાનો શોખ હોય છે પણ જે લોકો ડાયાબિટીસના દર્દીઓ હોય છે તે ગળી વસ્તુની મજાથી વંચિત રહી જતા હોય છે. તો જે લોકો શુગરના દર્દીઓ છે તે આ સમય દરમિયાન ખજૂરનુ સેવન કરી શકે છે.
ઠંડીમા જો રોજ ખજૂરનુ સેવન કરવામા આવે તો શરદી અને તાવ જેવી સમસ્યામા રાહત મેળવી શકાય છે. ખજૂરને તમે દૂધની સાથે પણ ખાઈ શકો છો.
શિયાળામા લોકો શરદી તથા તાવ જેવી સમસ્યાઓથી ખૂબ હેરાન હોય છે. ખજૂર આ સમસ્યાઓ સામે લડવા માટે જરુરી પોષકતત્વો શરીરને આપે છે.