દહીં ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોવાની સાથે સાથે લો કેલેરી ફૂડ પણ છે. દહીંમાં કટેલીક વસ્તુઓ મિક્સ કરીને સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે.
ફૂદીનાના પાંદડા ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. દહીંમાં ફૂદીનાના પત્તા મિક્સ કરીને ખાવાથી વજન ઘટવાની સાથે પેટને ઠંડુ પણ રાખી શકાય છે.
ગુણોથી ભરપૂર ચિયા સિડ્સ દહીંમાં મિક્સ કરીને ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે. આ સિડ્સ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે ઈમ્યૂનિટી બુસ્ટ કરે છે.
દહીંમાં ખાંડની જગ્યાએ મધ મિક્સ કરીને ખાવું શરીર માટે વધુ હેલ્ધી છે. આ કોમ્બિનેશનથી સ્થૂળતાની સાથે સાથે સ્કિનને હેલ્ધી રાખવામાં અને મેટાબોલીજમ વધારવામાં મદદ કરે છે.
એક કટોરી દહીમાં એકથી બે ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરીને સેવન કરી શકો છો. દહીંમાં કાળા મરી મિક્સ કરીને સ્વાદ વધારવાની સાથે હાડકા હેલ્ધી રાખી શકાય છે.
ઘણા લોકોને દહીંમાં ચોખા મિક્સ કરીને ખાવા પસંદ હોય છે. દહીંની સાથે ચોખાનું સેવન કરવાથી શરીરને પોષકતત્ત્વો મળવાની સાથે વજન ઘટાડવામાં પણ સરળતા રહેશે.
બોડીને હેલ્ધી રાખવાની સાથે વેટ લોસ કરવા માટે દહીંની સાથે ફ્રૂટનું સેવન કરો. દહીંમાં સફરજન, દાડમ, કીવી અને દ્રાક્ષ જેવા ફળો મિક્સ કરીને ખાવાથી સ્વાદ વધારવાની સાથે વજન પણ ઘટાડી શકો છો.