ફ્રૂટ ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે વાળને સ્વસ્થ અને મજબૂતી રાખવામાં મદદ કરે છે. હેર ફોલ ઘટાડવા માટે આ ફળોનું સેવન કરવું જોઇએ.
આમળામાં ઘમાં પોષકતત્ત્વો રહેલા હોય છે, જે વાળને મજબૂતી આપે છે. આ માટે હેર ફોલથી બચવા માટે ડાયેટામાં આમળા સામેલ કરો.
નારંગી વિટામિન સીથી ભરપૂર હોય છે જે વાળ ખરવાની સમસ્યામાં ઘટાડે છે. આ માટે તમારા વાળને હેલ્ધી રાખવા માટે નારંગીનું સેવન કરો.
સફરજનમાં ફાયબર, વિટામિન સી અને એન્ટિ ઓક્સિડેન્ટ રહેલું હોય છે, જે વાળના સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરે છે. આ માટે સફરજનનું સેવન કરવાથી વાળ સ્ટ્રોંગ બને છે.
જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો, ડાયેટામાં અનાનસ સામલે કરો. આ ફળ એન્ટિ ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે જે વાળને હેલ્ધી રાખે છે.
અંજીરમાં ઘણાં પોષકતત્ત્વો રહેલા છે, જે વાળને ખરતા રોકે છે. અંજીરના સેવનથી તમે વાળને મજબૂત અને સ્વસ્થ રાખી શકો છો.
પોષકતત્ત્વોથી ભરપૂર ખજૂર વાળ માટે ફાયદાકારક હોય છે. ખજૂરમાં વિટામિન એ, વિટામિન બી 5, બી 6, પોટેશિયમ, ફાયબર રહેલા છે, જે વાળના વિકાસમાં માટે જરૂરી છે.