આજના સમયમાં અનેક લોકો લિવર સબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આવા લોકોએ પોષક તત્વોથી ભરપુર ફૂડ્સને પોતાની ડાયટમાં સામેલ કરવી જોઈએ.
લિવર હેલ્ધી હશે, તો પાચન સારી રીતે થાય છે. આ માટે ડાયટમાં પૌષ્ટીક તત્વોથી ભરપુર ફૂડ્સને સામેલ કરવા જોઈએ. જેનાથી શરીરને પણ પુરતી એનર્જી મળે છે.
આજકાલ લોકો બહારના ફૂડ્સનું વધારે પ્રમાણમાં સેવન કરી રહ્યાં છે. જેનાથી લિવર ખરાબ થઈ શકે છે. જેનાથી બચવા માટે ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે.
બીટરૂટનો જ્યૂસ લિવરને હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદ કરે છે. જેનાથી લિવર પર સોજાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
લીલા પાંદડાવાળી શાકભાજી જેમ કે પાલક અને મૂળા વગેરેનું સેવન કરવું લિવર માટે ફાયદેમંદ નીવડી શકે છે. જે લિવરને હેલ્ધી રાખે છે.
ગ્રીન ટી લિવરને હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. દરરોજ 2 થી 3 કપ ગ્રીન ટી પીવાથી લીવર સ્વસ્થ થવા લાગે છે.
લસણમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ મળી આવે છે. જે શરીરમાંથી ઝેરીલા પદાર્થોને નીકાળીને લિવરને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે.
સંતરામાં વિટામિન-સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત સંતરામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ લિવર અને ઈમ્યૂનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે.
કિવીમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે લિવરને હેલ્ધી રાખવા માટે કિવીના ફ્રૂટનું સેવન ફાયદેમંદ છે.