શરીરને નિરોગી રાખવા માટે જરૂરી પોષક તત્વોની આવશ્યક્તા હોય છે. એવામાં આયર્નની પણ એટલી જ જરૂર હોય છે. જો શરીરમાં લોહીની ઉણપ સર્જાય તો નિયમિતપણે આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરવું જોઈએ.
નસોમાં લોહીની ઉણપ સર્જાય તો જલ્દી જ તમારે તમારા ડાયટમાં બદલાવ લાવો જોઈએ નહીંતર શરીરમાં બીજી સમસ્યાઓ પેદા થાય છે.
નસોમાં લોહીનું પ્રમાણ વધારવા તમારે રોજ નિયમિતપણે આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરવું જોઈએ. આ તમામ વસ્તુઓ લોહીનું પ્રમાણ વધારવા માટે અસરકારક માનવામાં આવે છે.
બીટમાં આયર્નનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી નસોમાં લોહીનું પ્રમાણ વધારી શકાય છે.
દાડમના સેવનથી નસોમાં લોહીનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધારી શકાય છે. રોજનું એક દાડમ લોહીનું પ્રમાણ વધારવામાં અસરકારક નિવડે છે.
અંજીર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. અંજીરમાં આયર્નનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. એવામાં શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે તમે ડાયટમાં અંજીરને સામેલ કરી શકો છો.
ખજૂરમાં અનેક ગુણો રહેલા હોય છે જે શરીર માટે ગુણદાયી હોય છે. રોજ ઓછામાં ઓછા 2 ખજૂર ખાવાથી લોહીનું પ્રમાણ વધવાની સાથે અન્ય ઘણા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા મળે છે.