જો તમે તમારો વજન ઘટાડવા માંગતા હોવ તો વધારાના પાઉન્ડ ઘટાડવા અને ફિટ શરીર મેળવવા માટે તમારા આહારમાં આ શ્રેષ્ઠ સુપરફુડ્સનો સમાવેશ કરો.
નાસ્તામાં ફાઈબરથી ભરપૂર ઓટમીલ ખાવાથી ભૂખ લાંબા સમય સુધી દૂર રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
આહારમાં વધુ ફાઇબરયુક્ત ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને તેના માટે દરરોજ મુઠ્ઠીભર અખરોટ કરતાં વધુ સારું શું હોઈ શકે.
વજન ઘટાડવા માટે અળસીના બીજ એક શ્રેષ્ઠ અને અસરકારક નાસ્તો છે,તેમાં ફાઈબર વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
સફરજન વજન ઘટાડવામાં મદદ કરવા માટેનું બીજું સુપરફુડ છે કારણ કે તે મેટાબોલિઝમ વધારે છે અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે મસૂરની દાળને પણ એક મહાન સુપરફુડ માનવામાં આવે છે.તેમાં ઘણા બધા ફાઈબર પ્રતિરોધક સ્ટાર્ચ અને પ્લાન્ટ પ્રોટીનનો સમાવેશ થાય છે.જો તમારે વજન ઘટાડવો હોય તો તમારા આહારમાં મસૂરની દાળનો સમાવેશ કરો.
આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.