40ની વય બાદ પણ રહેવા માંગો છો એકદમ ફિટ તો ફૉલો કરો આ હેલ્ધી ટિપ્સ


By Sanket M Parekh03, Sep 2023 04:20 PMgujaratijagran.com

નાસ્તો જરૂર કરો

સૌથી જરૂરી છે નાસ્તો. દિવસની શરૂઆત એનર્જીથી ભરપુર બની રહેવા માટે સવારનો નાસ્તો સૌથી જરૂરી છે. જેમાં દૂધ, ઈંડા, ફળ વગેરે લઈ શકો છો.

બોડી ચેકઅપ

40ની વય બાદ શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. એવામાં ફૂલ બૉડી ચેકઅપ કરાવવું જરૂરી છે. આ સાથે જ રૂટીન પેલ્વિક એગ્ઝામિનેશન, પૈપ સ્મિયર ટેસ્ટ પણ કરાવો. જેનાથી ઓવેરિયન કેન્સર હોવાના જોખમનો ખ્યાલ આવે છે.

30 મિનિટ એક્સરસાઈઝ

ખુદને અંદરથી હેલ્ધી અને ફિટ રાખવા માટે એક્સરસાઈઝ કરવી ખૂબ જ જરૂરી છે. દરેક જણે દરરોજ 30 મિનિટ સુધી એક્સરસાઈઝ જરૂર કરવી જોઈએ. જેનાથી તમારા હાડકા અને માંસપેશીઓ મજબૂત થાય છે.

સ્ટ્રેસ ઓછો લો

આ વયમાં કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લેવો યોગ્ય નથી. સ્ટ્રેસથી બ્લડ પ્રેશર વધી શકે છે. આથી ખુશ રહેવાની કોશિશ કરો, જેથી ચિંતા અને તણાવ ઓછો થાય.

હેલ્ધી ડાયટ

40 બાદ મોટાભાગે શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ, આયરન અને એન્ટી ઑક્સિડેન્ટ જેવા પોષક તત્વોથી ભરપુર ડાયટ લેવી જરૂરી છે.

એન્ટીઑક્સિડેન્ટ ડાયટ

40ની વય બાદ એન્ટી ઑક્સિડેન્ટ યુક્ત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આ માટે લીલા શાકભાજી, વેજીટેબલ જ્યૂસ, સલાડ, ગ્રીન-ટી વગેરેનું સેવન બને તેટલું વધારે કરો.

પેટની લટકતી ચરબીથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટિપ્સ