ફેફસાને પ્રદૂષણથી બચાવવા માટે આ ફળનું સેવન કરો


By Sanket M Parekh17, Nov 2023 04:39 PMgujaratijagran.com

દાડમ

દાડમ ફેફસાને ફિલ્ટ્રેશન કરવાનું કામ કરે છે. જેનાથી ફેફસા સાથે સંકળાયેલી બીમારી નથી થતી. આ સાથે જ તે બ્લડની કમીને પણ દૂર કરે છે. એવામાં ફેફસાને સ્વસ્થ રાખવા માટે દાડમનું સેવન કરો.

સફરજન

દરરોજ એક સફરજન ખાવાથી ફેફસા સ્વસ્થ રહે છે. સફરજનમાં વિટામિન-સી અને વિટામિન-ઈ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે ફેફસા માટે ફાયદેમંદ છે.

સંતરા

સંતરામાં વિટામિન-સી અને વિટામિન-B6 પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. વિટામિન-સી ફેફસાને સોજા અને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી ફેફસા ફિલ્ટર થાય છે.

બ્લૂબેરી

બ્લૂ બેરીને એન્સોસાયનિનનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. જે ફેફસાને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેનું સેવન કરવાથી ફેફસા સારી રીતે કામ કરે છે.

શરીર માટે વરદાનરૂપ છે બ્લૂ ટી, જાણો તેના ફાયદા