શરીરમાં વિટામિન B-12ની ઉણપને દૂર કરશે આ ફૂડ્સ, આજથી જ ડાયટમાં સામેલ કરી લો


By Sanket M Parekh05, Aug 2023 04:07 PMgujaratijagran.com

તંદુરસ્ત

એક્સપર્ટનું માનીએ તો, દરરોજ સંતુલિત આહાર લેવાથી અને એક્સરસાઈઝ કરવાથી વ્યક્તિ તંદુરસ્ત રહી શકે છે.

વિટામિન બી-12

સંતુલિત આહારમાં જરૂરી તમામ પોષક તત્વો મળી આવે છે. આજ પોષક તત્વો પૈકી એક વિટામિન બી-12 પણ છે.

લાલ રક્તકણ

હેલ્થ એક્સપર્ટનું માનીએ તો, વિટામિન બી-12 શરીર ઉપરાંત રેડ બ્લડ સેલ્સ માટે પણ ખૂબ જ જરૂરી છે.

ડાયટમાં સામેલ કરો

એવામાં આજે અમે તમને બતાવીશું કંઈ વસ્તુઓમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-12 મળી આવે છે. જેને તમે તમારી ડાયટમાં સામેલ કરી શકો છો.

ઈંડા

એક બાફેલા ઈંડામાં 0.6 માઈક્રોગ્રામ વિટામિન બી-12 મળી આવે છે. ખાસ કરીને ઈંડાના પીળા ભાગમાં વિટામિન બી-12 ભરપુર હોય છે.

ડેરી પ્રોડક્ટ્સ

દૂધ અને દૂધથી બનેલી પ્રોડક્ટ્સમાં વિટામિન બી-12 મળી આવે છે. જેના સેવનથી શરીરમાં વિટામિન અને કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.

સીફૂડ

આ ઉપરાંત ડાયટમાં સીફૂડ જેમકે સાલ્મન ફીશ, ટૂના ફીશ, રેડ મીટ, બીન્સ, ડ્રાય ફ્રૂટ વગેરેને જરૂર સામેલ કરી શકો છો.

આ લોકોએ આમળા ન ખાવા જોઈએ, જાણો શું છે કારણ