વિટામિન B12ની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે તમે આ વસ્તુઓ ખાઈ શકો છો.
દૂધમાં વિટામિન B12 તેમજ પ્રોટીન, કેલ્શિયમ અને મિનરલ્સ ભરપૂર હોય છે. એક કપ દૂધમાં 1.2 mcg વિટામિન B12 હોય છે.
દહીંમાં લગભગ 28% વિટામિન B-12 હોય છે. તેથી રોજ એક કપ દહીં ખાવાથી વિટામિન B12 વધે છે.
આયુર્વેદમાં અશ્વગંધાનો ઉપયોગ થાય છે. અશ્વગંધા ખાવાથી વિટામિન B12 મળે છે.
ઓટ્સ, પોરીજ અને આખા અનાજમાં વિટામીન B12 પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
વિટામિનની ઉણપને કારણે શરીરમાં કળતર, થાક કે નબળાઈ અનુભવી રહ્યા છો, અંજીર ખાવાથી આ ઉણપ દૂર કરી શકો છો, કારણ કે તેમાં વિટામિન B12 પણ હોય છે.
ઇંડા વિટામિન B12 તેમજ પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.