Vitamin B12 Vegetables: ચિકન-મટન છોડો આ શાકભાજી ખાવાથી વધશે વિટામિન B-12


By Sanket M Parekh26, Jan 2025 04:23 PMgujaratijagran.com

શરીર માટે જરૂરી વિટામિન B12

વિટામિન B12 શરીરમાં DNAની સાથે-સાથે રેડ બ્લડ સેલ્સના નિર્માણમાં મદદ કરે છે. વિટામિન B12ની ઉણપથી શરીરમાં નબળાઈ, થાક અનુભવવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.

શાકાહારીઓને સૌથી વધુ સમસ્યા

શાકાહારી લોકોને સૌથી વધુ B12ની ઉણપની સમસ્યા થતી હોય છે, કારણ કે ચિકન, ઈંડા અને મટન વિટામિન B12નો હાઈ સોર્સ હોય છે. જો તમે શાકાહારી હોવ, તો તમારે કેટલાક શાકભાજીને તમારી ડાયટમાં સામેલ કરવા જ જોઈએ.

પાલક

પાલકમાં આયરનની સાથે-સાથે વિટામિન B12 પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેનું તમે શાક બનાવીને અથવા તો દાળમાં નાંખીને ખાઈ શકો છો. આ ઉપરાંત પાલકનું જ્યૂસ બનાવીને પણ પી શકાય છે.

મશરૂમ

વેજીટેરિયન લોકો શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે પોતાની ડાયટમાં મશરૂમને સામેલ કરી શકે છે.

બીટ

બીટમાં આયરન, ફાઈબરની સાથે-સાથે વિટામિન B12 પણ સારા એવા પ્રમાણમાં મળી આવે છે. તમે બીટને સલાડ તરીકે લેવાની સાથે-સાથે તેનું જ્યૂસ બનાવીને પણ પી શકો છો.

કોળુ

કોળામાં પણ સારા એવા પ્રમાણમાં વિટામિન B12 મળી આવે છે. કોળાનું શાક બનાવવાની સાથે-સાથે તમે તેનો હલવો, ખીર વગેરે જેવી વાનગી બનાવીને ડાયટમાં સામેલ કરી શકો છો.

બટાકા

બટાકામાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત વિટામિન B12 પણ ભરપુર હોય છે. જે શરીરમાંથી થાક અને નબળાઈ દૂર કરીને તમને એનર્જેટિક રાખવાનું કામ કરે છે.

Elaichi Benefits: લીલી ઈલાયચી ખાવાના ફાયદા