નારંગી વિટામિન સી અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ સેવન કરો છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.
નારંગીમાં વિટામિન એ,પ્રોટીન,શુગર,પોટેશિયમ,મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે.
ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર નારંગીમાં વિટામિન B6 ભરપૂર માત્રામાં હોવાથી તે હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે.અને તેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે.
નારંગીમાં જોવા મળતા ફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોઈડ હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.
જે લોકોને રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમણે દરરોજ એક નારંગી ખાવું જોઈએ.જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
નારંગીમાં રહેલા કેરોટીનોઈડ્સ અને વિટામીન A ના કારણે આંખોમાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થતુ નથી અને આંખોની રોશની વધે છે.
નારંગીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને નુકસાનથી બચાવે છે. વૃદ્ધત્વના ચિહ્નો બહાર આવતા નથી. તે કોલેજનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.