Yoga For Lungs: ફેફસાંને મજબૂત અને સ્વસ્થ બનાવવા આ યોગ આસનો કરો


By Vanraj Dabhi07, Nov 2024 09:01 AMgujaratijagran.com

કપાલભાટી

પ્રદૂષણથી બચવા માટે દરરોજ કપાલભાતિનો અભ્યાસ કરવો ફાયદાકારક છે. આ માટે સીધા બેસીને પેટના નીચેના ભાગને અંદરની તરફ ખેંચો અને નાક દ્વારા ઝડપથી શ્વાસ બહાર કાઢો.

ભુજંગાસન

આને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. આ આસનમાં તમારે તમારા શરીરને સાપ જેવા આકારમાં લાવવાનું છે.

સુખાસન

આ આસન મનને શાંત કરવામાં મદદ કરે છે અને શ્વાસ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

મત્સ્યાસન

આને ફિશ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન કરવાથી છાતીનું વિસ્તરણ થાય છે અને ફેફસાં વધુ સારી રીતે કામ કરે છે.

ઉત્તાનાસન

આ આસનથી ફેફસાની કાર્યક્ષમતા વધે છે અને શરીરને આરામ મળે છે.

અધો મુખ સ્વાનાસન

તેને ડાઉનવર્ડ ફેસિંગ ડોગ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન છાતીને વિસ્તૃત કરે છે અને ફેફસાંને મજબૂત બનાવે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vitamin B12: શિયાળામાં વિટામિન B12ની ઉણપ દૂર કરવા શું ખાવું?