શિયાળામાં વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે આપણે શું ખાવું જોઈએ કે, જે શરીરમાં વિટામિન B12 વધારી શકે છે.
વિટામિન B12 આપણા શરીરના ચેતા કાર્ય, રક્ત કોશિકાઓ, મગજની તંદુરસ્તી અને અન્ય ઘણી વસ્તુઓ માટે જરૂરી છે.
શિયાળાની ઋતુમાં લોકો પોતાના આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તે વિટામિન B12ની ઉણપને પણ પૂરી કરે છે.
ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ આપણને એવા 4 ડ્રાય ફ્રૂટ્સ વિશે જણાશે કે, જે શિયાળામાં વિટામિન B12ની ઉણપને દૂર કરી શકે છે.
કુદરતી સુગર ધરાવતી ખજૂર વિટામિન B12નો પણ સારો સ્ત્રોત છે. તેતી તમે શિયાળામાં તેને દૂધ સાથે ખાઈ શકો છો.
પિસ્તામાં વિટામિન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તમે શિયાળામાં તેને દહીં સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
શરીરમાં વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે તમે તમારા આહારમાં સૂકા જરદાળુનો પણ સમાવેશ કરી શકો છો.
અંજીરને ફાઈબર, આયર્ન, વિટામિન B12નો સમૃદ્ધ સ્ત્રોત પણ માનવામાં આવે છે. તમે શિયાળામાં તેનું સેવન કરી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.