Ear Wax Removal:શિયાળામાં કાનનો મેલ દૂર કરવાની સરળ રીતો


By Vanraj Dabhi05, Nov 2024 02:15 PMgujaratijagran.com

કાનનો મેલ

કાનની અંદર જામી ગયેલ મેલને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલું નુસખા અજમાવી શકો છો, જેની મદદથી તમારા કાનનો મેલ સરળતાથી બહાર આવી જશે.

બદામનું તેલ

કાનનો મેલ સાફ કરવા માટે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે કાનમાં તેલના એક-બે ટીપાં નાખો. પાંચ મિનિટ પછી કાન સાફ કરો.

સરસવ, ઓલિવ અને નાળિયેર તેલ

તમે કાનનો મેલ સાફ કરવા માટે સરસવ,ઓલિવ અને નારિયેળનું તેલનો ઉપયોગ કરી શકો છો.

બેબી ઓઇલ

તમારા કાનમાં બેબી ઓઈલના 3 થી 4 ટીપાં નાખીને તેને રૂંથી બંધ કરી દો અને 5 મિનિટ પછી રૂં કાઢી લો. તેનાથી ઈયરવેક્સ આપોઆપ બહાર આવે છે.

એપલ સીડર વિનેગર અને હાઇડ્રોજન પેરોક્સાઇડ

તમે કાનનો મેલ સાફ કરવા માટે એપલ સીડર વિનેગર અને હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

હૂંફાળું પાણી

તમે હૂંફાળું પાણી રૂની મદદથી કાનની અંદર નાખીને થોડીક સેકન્ડ સુધી રાખ્યા બાદ કાન ફેરવીને પાણી બહાર કાઢી લો.

ડુંગળીનો રસ

સૌપ્રથમ ડુંગળીને શેકીને તેનો રસ કાઢીને પછી રૂની મદદથી કાનની અંદર થોડા ટીપાં નાખો. આનાથી કાનમાંથી ગંદકી સરળતાથી નીકળી જશે.

સુતરાઉ કપડા વડે સાફ કરો

સ્નાન કર્યા પછી તમે તમારા કાનને સુતરાઉ કપડા વડે કાનની અંદર અને બહાર ઘસીને સાફ કરો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Hair Growth: નવા વાળ ઉગાડવા અને વાળ વધારવા માટેની રીતો