પુરતી ઊંઘ લેવા છતાં રહે છે થાક, તો અપનાવો આ ટિપ્સ


By Sanket M Parekh03, Nov 2023 03:55 PMgujaratijagran.com

થાક અનુભવવો

જો તમને પૂરતી ઊંઘ લેવા છતાં પણ થાકનો અનુભવ થતો હોય, તો લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીમાં ફેરફાર કરવો જોઈએ. જેનાથી થાકની સમસ્યા દૂર થઈ શકે છે

લોહીની ઉણપ

પુરતી ઊંઘ લેવા છતાં પણ શરીરમાં ઑક્સીજન અને લોહીની ઉણપ થવાના કારણે નબળાઈ અનુભવાય છે. આ ઉપરાંત શરીરને પોષક તત્વો ના મળવાના કારણે પણ થાકનો અનુભવ થાય છે.

શારીરિક મહેનત કરવી

શરીરને સ્વસ્થ રાખવા માટે શારીરિક રીતે એક્ટિવ રહેવું જોઈએ. આમ કરવાથી થાકની સમસ્યા નહીં થાય.

પુષ્કળ પાણી પીવો

શરીરમાં પાણીની કમી થવા પર અનેક બીમારી થવા લાગે છે. શરીરને થાકથી બચવા માટે દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ.

પોષક તત્વોનું સેવન કરો

તમારે ડાયટમાં વિટામિન, કેલ્શિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો સામેલ કરવા જોઈએ. જેનાથી થાકની સમસ્યા દૂર થવા લાગે છે.

મગજને સ્વસ્થ રાખો

પુરતી ઊંઘ લીધા બાદ પણ મગજને આરામ ના મળવાના કારણે થાકની સમસ્યા થઈ શકે છે. આ માટે મેડિટેશન અને યોગ કરવા જરૂરી છે.

ગ્રીન ટીનું સેવન

પુરતી ઊંઘ લેવા છતાં થાક અનુભવાતો હોય, તો ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. જેનાથી થાક દૂર થવા લાગે છે.

ચા-કૉફીથી દૂર રહો

ખાધા પછી ચા કે કૉફીનું સેવન ના કરવું જોઈએ. જો તમે ચા કે કૉફી પીવો છો, તો ઊંઘ ના આવવાની સમસ્યા થઈ શકે છે.

Air Pollution : દિવાળી પહેલા હવા ઝેરી થઈ રહી છે, બાળકોનો આ રીતે કરો બચાવ