નાના છોકરાઓથી લઈને મોટા લોકો દિવાળીનો તહેવારની રાહ ખૂબ ઉત્સાહપૂર્વક જોવાતી હોય છે. પરંતુ દર વર્ષની જેમ દિવાળી આવતાની સાથે વાતાવરણમાં ફેલાતા પ્રદુષણનાં કારણે હવા ઝેરી બની જતી હોય છે. ફટાકડાનાં કારણે વાતાવરણમાં ફેલાતા પ્રદુષણનું અનેક ગણું વઘી જતું હોય છે. ઝેરી હવા બાળકોનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.
જો તમે તમારા બાળકોને પ્રદુષણની અસરથી બચાવવા માંગો છો તો કેટલાક સરળ ઉપાયોને અમલમાં મૂકીને તમે પ્રદુષણની બાળકો પર થતી ઘાતક અસરોને રોકી શકો છો. જેથી બાળકોનાં સ્વાસ્થ્ય પર વધારે ગંભીર અસરોને ટાળી શકાય.
ચહેરા પર માસ્ક પહેરવું એ પ્રદુષણથી બચવા માટેનો સૌથી સરળ ઉપાય છે. માસ્ક પહેરવાથી હવા ફિલ્ટર થઈને મોં સુધી પહોંચે છે. માસ્ક બાળકોને અનેક સમસ્ચાઓથી બચાવે છે. આ ઉપરાંત બાળકોને માત્ર જરુરી કામથી જ બહાર જવા દો.
બાળકોને પ્રદુષણની અસરથી બચાવવા તેમને હાઈડ્રેટ રાખો . જો નવા જન્મેલા બાળકોની વાત કરીએ તો થોડા થોડા અંતરે માતાનું દૂધ પીવડાવવું જોઈએ. બીજી બાજુ દૂધ પીવડાવતી માતાએ પણ પોતે હાઈડ્રેટ રહેવું ખૂબ જરુરી છે.
બાળકોને પોષકતત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ. તહેવારોની સિઝનમાં વધારે પડતા પકવાન અને મિઠાઈ ખાવી હિતાવહ નથી.જેથી બાળકોને તળેલો આહાર ન આપો.
દિવાળી દરમિયાન ગર્ભધારણ કરેલી સ્ત્રીઓએ પણ પોતાની એક્સટ્રા કાળજી રાખવી જોઈએ. જો ગર્ભધારણ કરેલી સ્ત્રી આ સમયગાળામાં બહાર રહેશે તો તેની સીધી અસર બાળક પર પડે છે. એવામાં જેટલું બની શકે તેટલું ગર્ભધારણ કરેલી સ્ત્રીઓએ દિવાળી દરમિયાન ઘરમાં જ રહેવાનું પસંદ કરવું જોઈએ.