ક્યારેક સમય ઓછો હોવાના લીધે કસરત માટે સમય નથી ફાળવી શકતા, આમાં વજન ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. આપણે અહીં કેટલીક ફૂડ ટીપ્સ વિશે વાત કરીશું જેની મદદથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
તમારા ડાયેટમાં શાકભાજી, ફળો, પ્રોટીન અને અનાજ જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.
જ્યારે વાનગી ટેસ્ટી બની હોય હોય ત્યારે આપણે ઘણીવાર વધુ પડતું ખાઈ લઈએ છે જે આખરે વજનમાં વધારો તરફ દોરી જાય છે. અતિશય ખાવું ટાળવું જોઈએ. જમવા માટે નાના બાઉલ એન્ડ પ્લેટનો ઉપયોગ કરો
દિવસમાં ત્રણ વખત ભોજન લો આનાથી વધારે ખોરાક તમૃ વજન વધારી શકે છે
દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો કારણ કે શરીરના ઝેરી તત્વોને દૂર કરે છે, અને શરીરમાં હાઇડ્રેશન પૂરું પાડે છે.