ઘરમાં ગરોળીથી છુટકારો મેળવવા માટે આ ઘરેલુ ઉપાયો અજમાવો


By Vanraj Dabhi23, Nov 2023 11:42 AMgujaratijagran.com

ગરોળી માટે ઘરેલું ઉપચાર

સારા સ્વાસ્થ્ય માટે પોતાનું ધ્યાન રાખવાની સાથે સાથે આજુબાજુના વિસ્તારને પણ સ્વચ્છ રાખવું જરૂરી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર સ્વચ્છ રહે અને ત્યાં કોઈ કીડા મકોડા કે ગરોળી જેવા જીવજંતુઓ ના રહે. તેમ છતા પણ ગરોળી ઘરમાં આવી જતી હોય છે. કેટલાક લોકો તેનાથી ડરી જાય છે તો કેટલાક લોકો ગરોળીને જોઈને ચિતરી ચડે છે. પરંતુ અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ કે જે તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી કાળજી પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ.

મરચું

લાલ મરચું અને કાળા મરીને સરખી માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરો અને ઘરના ખૂણે-ખૂણે, બારી-બારણાં વગેરે પર સ્પ્રે કરો. જેનાથી ગરોળી ત્યાથી ભાગી જાય છે. તે તમારા શરીર કે આંખો પર ન પડે તેનું ધ્યાન રાખો.

ઈંડાના ફોતરા

ઈંડાના ફોતરાની ગંધથી પણ ગરોળીઓ ભાગી જાય છે. તેથી તમે ઈંડાના ફોતરાને ઘરમાં ગરોળી છુપાયે તે જગ્યાએ રાખી શકો છો.

કોફી

પાવડરના ઉપયોગથી પણ ગરોળીને ભગાવી શકાય છે. આ માટે કોફી પાવડરમાં તમાકુ મિક્સ કરીને તેમાંથી નાની નાની ગોળીઓ બનાવો અને જ્યાં ગરોળી વધુ આવતી હોય ત્યાં તેને રાખો.

You may also like

ગરોળીથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય

ઘરમાં ગરોળીથી કેવી રીતે છુટકારો મેળવવો, જાણો તેને ભગાડવા માટે સરળ ઉપાય

નેપ્થાલિન બોલ્સ

નેપ્થાલિન બોલ્સની મદદથી પણ ગરોળીને ભગાવી શકો છો. તેથી તમે તેને અલગ અલગ જગ્યાએ પણ રાખી શકો છો.

મોરના પીંછા

એવું માનવામાં આવે છે કે ઘરમાં મોરનું પીંછ રાખવાથી ગરોળી ઘરમાં આવતી નથી. તેથી તમે મોરના પીંછાને દિવાલો પર લગાવીને ગરોળીથી છુટકારો મેળવી શકો છો.

ઠંડુ પાણી

ઠંડા પાણીની મદદથી પણ ગરોળીને દૂર કરી શકો છો. જ્યારે તમે ગરોળી જુઓ તો તેના પર ઠંડુ પાણી છાંટો. આનાથી તે ભાગી જશે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાનનો મેલ સરળતાથી સાફ કરવા માટે આ ઘરેલુ નુસખા અજમાવો