કાનનો મેલ સરળતાથી સાફ કરવા માટે આ ઘરેલુ નુસખા અજમાવો


By Vanraj Dabhi23, Nov 2023 10:38 AMgujaratijagran.com

કાન સાફ કરવા માટેની ટિપ્સ

કાન સાફ કરવા માટે તમે કેટલીક વસ્તુઓ કાનમાં નાખતા હોવ છો, જો કે આ ઈયર વેક્સએ પ્રાકૃતિક પદાર્થ છે જે કાનના પડદાને સુરક્ષિત સાફ કરે છે પરંતુ વધુ પડતો મેલ પણ કાનની સમસ્યાઓ વધારી શકે છે. આવી સ્થિતિમાં કાનમાં ઈયરવેક્સ જમા ન થાય તે માટે સમયાંતરે કાનની સફાઈ કરતા રહેવું જરૂરી છે. કાનની સફાઈ માટે તમારે દર વખતે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. ઇયરવેક્સને કેટલાક સરળ ઘરેલું ઉપચાર વડે સરળતાથી સાફ કરી શકાય છે. ઘરગથ્થુ ઉપચાર બનાવવા માટે ઘણા કુદરતી ઘટકો છે જેનો ઉપયોગ તમે કોઈપણ મુશ્કેલી વિના તમારા કાનને સાફ કરવા માટે

મીઠા વાળું પાણી

મીઠા વાળું પાણીએ કાનનો મેલ દૂર કરવા માટેનું શ્રેષ્ઠ વિકલ્પ છે જેનો ઘરે ઉપયોગ કરી શકાય છે. અડધા કપ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને સારી રીતે ઓગળવા લો પછી એક રૂના બોલથી તમારા કાનમાં મીઠાનું પાણી નાખો ત્યારબાદ 3 થી 5 મિનિટ પછી માથું વિરુદ્ધ દિશામાં ફેરવો, આનાથી પાણી બહાર આવશે અને કાનમાં એકત્ર થયેલ મેલ પણ બહાર આવશે.

ઓલિવ તેલ

ઓલિવ તેલએ કાનના મેલને દૂર કરવા માટેનો એક સામાન્ય ઉપાય છે. તે ટાઇમ્પેનિક પટલને રક્ષણ પૂરું પાડે છે અને કાનની રસી સામે રક્ષણ આપે છે. ઓલિવ તેલ કાનના મેલને નરમ કરવામાં પણ મદદ કરે છે અને મેલ સરળતાથી બહાર આવે છે. તેના એન્ટિસેપ્ટિક ગુણધર્મો સાથે, તે કાનના ચેપ સામે લડવામાં પણ મદદરૂપ છે. થોડું ઓલિવ તેલ ગરમ કરો અને ડ્રોપરનો ઉપયોગ કરીને કાનમાં ત્રણથી ચાર ટીપાં નાખીને 10 મિનિટ પછી કાનનો મેલ નરમ થઈ જશે અને સરળતાથી દૂર થાય છે. તમારા માથાને બાજુ તરફ નમાવો અને રૂ વડે તેલ મેલને દૂર કરો.

ડુંગળીનો રસ

કાન સાફ કરવા માટે ડુંગળીનો રસ એક સરળ ઉપાય છે. આ માટે ડુંગળીને હળવી બાફીને અથવા શેકીને રસ કાઢો. તમે ડુંગળીને સીધી મિક્સરમાં પીસીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે ડુંગળીના રસને થોડો ગરમ કરો અને તેને ડ્રોપર અથવા કોટનની મદદથી કાનમાં નાખો. કાનને વિરુદ્ધ દિશામાં નમાવો અને પછી મેલને દૂર કરવા માટે તેને ફરીથી તે જ દિશામાં નમાવો.

લસણ અને નાળિયેર તેલ

એક પેનમાં 3 ચમચી નારિયેળ તેલ નાખી ગેસ પર ગરમ કરો અને લસણની 3 થી 4 કળીને ફોલીને સહેજ ક્રશ કરીને ઉમેરો. લસણ બ્રાઉન થાય એટલે ગેસ પરથી ઉતારી લો અને તે નવશેકુ થાય ત્યારે આ તેલના થોડા ટીપા કાનમાં નાખો અને રૂથી કાન બંધ કરો. થોડા સમય પછી કાનમાંથી રૂ દૂર કરીને તમામ મેલ ફૂલી જશે અને બહાર આવી જશે.

નવશેકુ સરસવનું તેલ

સરસવના તેલને નવશેકુ ગરમ ​​કરીને ડ્રોપર અથવા રૂની મદદથી કાનમાં નાખો અને થોડી વાર પછી કાનને નીચેની તરફ વાળીને બધો મેલ અને તેલ કાઢી લો. આમ કરવાથી કાન સારી રીતે સાફ થઈ જાય છે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ

હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ સામાન્ય રીતે કાનમાંથી ગંદકી અને ઇયરવેક્સ દૂર કરવા માટે થાય છે. આ કેમિકલના ઉપયોગથી કાનમાં પરપોટા બનવા લાગે છે જે કાનમાં ભેગો થયેલ મેલને દૂર કરવાનું સરળ બનાવે છે.

એપલ સીડર વિનેગર

એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરીને પણ કાનનો મેલ દૂર કરી શકાય છે. તેમાં એસિડિક ગુણ હોય છે તેથી તે કાનના વેક્સને દૂર કરવામાં મદદરૂપ છે. તમે અડધી ચમચી એપલ સાઇડર વિનેગરમાં 2 ચમચી પાણી ઉમેરો અને તેને તમારા કાનમાં નાખીને 2 મિનિટ પછી કાન સાફ કરવાની સ્ટીકની મદદથી તમારા કાન સાફ કરો. આ તમારા કાનમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં મદદ કરશે.

વાંચતા રહો

ઉપર જણાવેલ ઘરગથ્થુ ઉપચાર અપનાવીને તમે ઘરે જ તમારા કાન સાફ કરી શકો છો. પરંતુ કાનમાં દુખાવો કે અન્ય કોઈ સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.

દાઝી ગયેલા વાસણ 5 મિનિટમાં સાફ કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય