દવા વગર હાઈ બ્લડ પ્રેશરને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે?


By Smith Taral16, Aug 2024 05:17 PMgujaratijagran.com

હાઈ બીપી હૃદય, કિડની, અને અન્ય અંગોના સ્વાસ્થય પર પણ માઠી અસર પહોંચાડે છે. બીપીને કંટ્રોલ કરવા માટે કેટલીક સામાન્ય જીવનશૈલીની આદતો અપનાવી અને દવા વગર પણ નિયંત્રણમાં લાવી શકાય છે. આવો ન્યુટ્રિશનિસ્ટ ડો. વિશાખા શિવદાસાની પાસેથી જાણીએ હાઈ બ્લડ પ્રેશરને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે

મીઠું ઓછું ખાઓ

વધુ માત્રામાં મીઠું હાઈ બ્લડ પ્રેશર માટે જોખમરૂપ છે. મીઠાનો ઉપયોગ સંયમમાં કરો, ખાસ કરીને તૈયાર ખોરાક અને પેકેજ્ડ ફૂડમાં મીઠું પુષ્કળ પ્રમાણમાં હોય છે તે ખાવાનું ટાળો

વજન નિયંત્રણમાં રાખો

સંતુલિત આહાર અને નિયમિત કસરત કરીને વજન નિયંત્રણમાં રાખો. વધુ વજન હાઇ બીપી વધારી શકે છે

પોટેશિયમયુક્ત ફૂડ ખાઓ

પોટેશિયમ શરીરમાં સોડિયમના દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે, આ માટે પોટેશિયમથી સમૃદ્ધ ખોરાક જેમ કે કેળા, પાલક, અને વટાણાનું વધુમાં વધુ સેવન કરો.

ધૂમ્રપાનથી દૂર રહો

ધૂમ્રપાન હાર્ટ અને નસોને ખરાબ અસર કરે છે, અને તે હાઈ બ્લડ પ્રેશરને વધારી શકે છે. આને જેટલું બને તેટલું જલદી છોડી દો

કસરતને રોજિંદા જીવનનો ભાગ બનાવો

દોડ, યોગા, અથવા ડાન્સ વગેરે જેવી કરસતને રોજિંદા જીવનનો ભાગ બનાવો આ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે.

તણાવથી દૂર રહો

આધુનિક જીવનમાં તણાવ અનુભવવો સામાન્ય છે પરંતુ તે હાઈ બ્લડ પ્રેશરને નિવારવા તણાવને ઘટાડવા જરૂરી છે. આ માટે યોગ, ધ્યાન, અથવા તમારી મનગમતી હોબીમાં સમય વિતાવો.

જંક ફૂડથી દૂર રહો

જંક ફૂડ ખાવાથી ફક્ત વજન જ નહીં, પણ બ્લડ પ્રેશર પર પણ ખરાબ અસર પડે છે. ફ્રેશ અને ઘરનો ખોરાક પસંદ કરો.

ઓફિસમાં બેસીને થાય છે ગેસ, કરો આ 2 કામ