શુ તમે જાણો છો કોફીથી ઘરની વસ્તુઓ પણ સાફ થઈ શકે છે જાણો કેવી રીતે


By Smith Taral14, Feb 2024 11:51 AMgujaratijagran.com

શું તમે જાણો છો કોફી માત્ર પીવા માટેજ નહી, પરંતુ તે ઘરની સફાઈમાં પણ ખૂબ જ ઉપયોગી છે. જો કે ઘણા લોકો કોફીનો ઉપયોગ મેકઅપ ક્લિનિંગ અથવા ફેસ માસ્ક તરીકે કરે છે, પરંતુ કોફીનો ઉપયોગ ઘરની સફાઈ અને ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ સાફ કરવા માટે પણ કરી શકાય છે

કાચની બોટલ

પાણીમાં કોફી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો, તેના મીક્સરથી કાચની ગંદી બોટલને પણ સાફ કરી શકો છો આનાથી બોટલ નવાની જેમ ચમકવા લાગશે.

સોફાનું લાકડુ

સોફાની કિનારીઓ પર જલ્દી જ ગંદકી જમા થવા લાગે છે. આને તમે કોફીવાળા પાણીમાં મીઠું ઉમેરીને ફર્નિચર પર લગાવી સાફ કરી શકો છો.

સિંક સાફ કરો

કોફીમાં ગરમ પાણી ઉમેરીને સિંક સાફ કરી શકાય છે આનાથી સિંકમાંથી દુર્ગંધ દૂર થાચ છે અને તે નવાની જેમ ચમકે છે.

You may also like

કાચ પર લાગેલા ડાઘ ને કેવી રીતે સાફ કરશો?

ઘરે કાચના બારી - દરવાજા સાફ કરવા માટે આ સરળ ટ્રિક અજમાવો

વાસણો સાફ કરો

બળી ગયેલા અથવા ગ્રીસ કરેલા વાસણો ધોવા માટે કોફીમાં સાબુવાળું પાણી મિક્સ કરીને વાસણો પર ઘસો. તેનાથી વાસણો નવા જેવા ચમકશે.

ફ્રિજ સાફ કરવું

ક્યારેક ફ્રિજમાં રાખેલા ખોરાકમાંથી દુર્ગંધ આવવા લાગે છે, તેવામા જો એક કપ કોફીને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો ફ્રીજમાં રહેલી ખરાબ ગંધ દૂર થાય છે .

ટાઇલ્સ સાફ કરો

ટાઇલ્સમાંથી જામી ગયેલા ડાઘ સાફ કરવા માટે, કોફીમાં સાબુનું પાણી મિક્સ કરી ટાઇલ્સ પર ઘસવાથી તે નવાની જેમ ચમકે છે

સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાચતા રહો ગુજરાતી જાગરણ

વરિયાળી વડે તમે ચહેરાની સુંદરતામાં પણ વધારો કરી શકો છો જાણો કેવી રીતે