ટેસ્ટી ટામેટા સૂપ ઘરે કેવી રીતે બનાવવો, આવો જાણીએ


By Jivan Kapuriya10, Aug 2023 02:41 PMgujaratijagran.com

જાણો

લોકો મસાલેદાર અને હળવા ખાટા-મીઠા સ્વાદથી ભરપૂર ટામેટાનો સૂપ પીવે છે. આવો જાણીએ ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ટામેટા સૂપ બનાવવાની રીત-

સામગ્રી

ટામેટા -4(મોટી સાઈઝ), ખાંડ-1/2 ચમચી,માખણ -1 ચમચી,કાળા મરી પાવડર-1/2 ચમચી,બ્રેડ ક્યુબ્સ-5/6,કાળું મીઠું-1/2 ચમચી,મલાઈ ક્રીમ - 1 ચમચી,કોથમીર-1 ચમચી(ઝીણી સમારેલી), સ્વાદ માટે મીઠું.

સ્ટેપ-1

ટામેટાનો સૂપ બનાવવા માટે સૌપ્રથમ ટામેટાને બાફીને તની છાલ કાઢી લો.

સ્ટેપ-2

હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને મિક્સ કરી લો અને પછી તેને ચાળણીમાં નાખીને ગાળી લો. જો તે ઘટ્ટ લાગે તો તેમાં પણી નાખીને ગાળી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં ટામેટાની પેસ્ટ નાખીને ગેસ પર મૂકો અને ઉકળવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરો.

સ્ટેપ-4

ત્યારબાદ માખણ,કાળું મીઠું,ખાંડ,કાળા મરી પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને 6-8 મિનિટ પકાવો.

સર્વ કરો

પકાવી લીધા પછી હવે તેમાં બ્રેડ ક્યુબ્સ અને કોથમીર નાખીને ગરમાગરમ સર્વ કરો.

ટીપ્સ

જો ટામેટાની પેસ્ટ વધારે જાડી લાગે તો તેને જરૂર મુજબ પાણી ઉમેરીને પાતળી કરી શકાય છે.

તમે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ટોમેટા સૂપ ઘરે પણ બનાવી શકો છો.રેસીપી ગમે તો શેર કરજો.

બ્રેકફાસ્ટમાં આ રીતે બનાવો હેલ્દી પનીર પુડલા, જાણો રેસીપી