ઉનાળામાં દૂધ ફાટી જવું એક સામાન્ય સમસ્યા છે. આ સ્ટોરીમાં આપણે કેટલીક સરળ ટ્રિક્સ જોઈશું જે દૂધને દહીં થતા અટકાવશે
દૂધને ઉકાળી પછી તરત જ તેને ઠંડી જગ્યા પર મુકી દો, આ માટે તમે વાસણમાં પાણી ભરી તેમા દૂધની તપેલી મુકી દો જેથી દૂધ ઝડપથી ઠંડુ થઈ જશે
ઉનાળા દરમિયાન દૂધને ફ્રીજમાં રાખો અને બહાર કાઢ્યા બાદ તરત જ તેનો ઉપયોગ કરો, આમ કરવાથી તેને લાંબા સમય સુધી તાજુ રાખી શકાય છે
દિવસમાં દૂધને 3 થી 4 વખત ધીમી આંચ પર ઉકાળો. જ્યારે દૂધ ગરમ હોય ત્યારે તેને થોડું ખુલ્લું રાખી તેને ઢાંકણ વડે ઢાંકી દો, પુરી રીતે તેને ઢાંકવાથી તે દહીં થઈ શકે છે.
દૂધ ઉકાળતા પહેલા તે વાસણને સારી રીતે સાફ કરો. આ ઉપરાંત, વાસણમાં દૂધ રેડતા પહેલા થોડું પાણી ઉમેરો, આ દૂધને તળિયે ચોંટતું અટકાવશે.
દૂધને ઉકાળી પછી તરત જ તેને ઠંડી જગ્યા પર મુકી દો, આ માટે તમે વાસણમાં પાણી ભરી તેમા દૂધની તપેલી મુકી દો જેથી દૂધ ઝડપથી ઠંડુ થઈ જશે
દૂધમાં થોડો બેકિંગ સોડા ઉમેરવાથી પણ દૂધને ગરમીમાં ફાટી જવાથી અટકાવી શકાય છે. ખૂબ ઓછી માત્રામાં બેકિંગ સોડાનો ઉપયોગ કરવો.