શિયાળાની ગુલાબી ઠંડીમાં મેકઅપ કરવાની સરળ ટિપ્સ


By Dimpal Goyal04, Nov 2025 12:25 PMgujaratijagran.com

શિયાળામાં સ્કિનકેરનું મહત્વ

શિયાળાની ઋતુમાં ત્વચા સુકાઈ જતી હોવાથી દરેક વ્યક્તિ પોતાની સ્કિનને ભેજવાળી રાખવાનો પ્રયત્ન કરે છે. જે લોકો રોજિંદા મેકઅપ કરે છે, તેમને આ સિઝનમાં ખાસ કાળજી રાખવાની જરૂર પડે છે — કારણ કે ઠંડી અને સુકું વાતાવરણ મેકઅપને લાંબો સમય ટકવા દેતું નથી.

પ્રોપર બેઝ પસંદ કરો

શિયાળામાં ત્વચા ડ્રાય થવા લાગે છે, તેથી આ ઋતુમાં લિક્વિડ ફાઉન્ડેશન પસંદ કરો. પાવડર ફાઉન્ડેશન ત્વચાને વધુ સૂકું બનાવી શકે છે, તેથી તેનો ઉપયોગ ટાળો. લિક્વિડ ફાઉન્ડેશન ત્વચાને નરમ રાખે છે અને મોઈશ્ચરાઈઝ પણ આપે છે

મસ્કરા અને આઈલાઈનર લગાવો

શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ વધે છે, જેના કારણે આંખો આસપાસનો મેકઅપ ફેલાઈ શકે છે. આથી હળવો મસ્કરા અને આઈલાઈનર લગાવો અને શક્ય હોય તો વોટરપ્રૂફ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.

હોઠની સંભાળ રાખો

ઠંડીમાં હોઠ ફાટી જવાની સમસ્યા સામાન્ય છે, તેથી હંમેશા તમારી પાસે સારી ગુણવત્તાનો લિપ બામ રાખો. દિવસમાં વારંવાર લગાવતા રહો જેથી હોઠ નરમ, મુલાયમ અને હેલ્ધી રહે.

વાંચતા રહો

લાઈફ સ્ટાઈલ સંબંધિત સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો

શરીરમાં વિટામીન B12 ની ઉણપ થઈ, તે કેવી રીતે ખબર પડે?