દરેક લોકોને ખમણ ઢોકળા પસંદ હોય છે, આજે અમે તમને વાટી દાળના ખમણ ઢોળકા બનાવવાની યુનિક રીત જણાવીશું.
ચણાની દાળ,ચોખા,અડદની દાળ,દહીં,ઈનો,મીઠું,હળદર પાવડર,તેલ,ખાંડ,આદુ-લીલા મરચાની પેસ્ટ, હીંગ,રાઈ,કોથમીર,તલ,લાલ મરચું પાવડર.
સૌ પ્રથમ ચણાની દાળ,ચોખા અને અડદની દાળને આખી રાત પલાળીને પછી મિશ્રણને બરછટ પીસી લો.
હવે તેમાં દહીં,ઈનો ઉમેરીને આથો લાવવા માટે ઢાંકીને મૂકો.
હવે એક વાસણમાં નાખી તેમાં મીઠું,આદુ-મરચાની પેસ્ટ,હિંગ,હળદર,ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે એક થાળીમા થોડું તેલ ગ્રીસ કરી મિશ્રણી તેમાં નાખીને સ્ટીમ કરવા મૂકો,પછી એક પ્લેટમાં કાઢીને તેના ટુકડા કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરીને રાઈ,હિંગ,લીલાં મરચાં,મીઠો લીમડો,તલ અને લાલ મરચુ પાવડર,ખમણના ટુકડા ઉમેરો અને ઉપરથી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો.
તૈયાર છે આપણા વાટી દાળનું ખમણ તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.