માતા લક્ષ્મી સાથે જોડાયેલા આ ઉપાયો તમને બનાવી શકે છે અમીર


By Pandya Akshatkumar13, Jul 2023 03:49 PMgujaratijagran.com

માતા લક્ષ્મી

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે, જેના પર તેમની કૃપા રહે છે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

ઉપાય

આજે અમે તમને વિવિધ ઉપાયો વિશે જણાવીશું જેથી માતા લક્ષ્મી ન માત્ર પ્રસન્ન થશે પરંતુ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવશે.

કમળનું ફૂલ

દરરોજ સવારે સ્નાન કરીને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. માતા લક્ષ્મીને કમળનું ફૂલ વિશેષ પ્રિય છે.

આર્થિક સમસ્યા

પૂજા દરમિયાન માતા લક્ષ્મીને ફૂલ અર્પણ કરવાથી આર્થિક સમસ્યામાંથી છૂટકારો મળે છે.

દીવો પ્રગટાવો

માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા દર શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો.

તુલસી

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય વાવવો જોઈએ.

ગુલાબનું અત્તર

દર શુક્રવારે લક્ષ્મીજીને ગુલાબનું અત્તર ચઢાવો.

શ્રાવણ મહિનામાં આ વસ્તુઓને જોવી શુભ માનવામાં આવે છે