Get Rid of Spiders: કરોળિયાથી છુટકારો મેળવવા અનુસરો આ ટિપ્સ


By Bhavesh Chaudhary10, Sep 2024 12:02 PMgujaratijagran.com

ઘરમાં ઘણી જગ્યાએ કરોળિયા હોવાથી તેમના જાળાથી લોકો પરેશાન હોય છે. આવી સ્થિતિમાં તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી કરોળિયા ઘરમાંથી દૂર થઈ જશે.

ખાટાં ફળોની છાલ

કરોળિયાને દૂર કરવા માટે તમે લીંબુ અને નારંગી જેવા ખાટાં ફળોનો સહારો લઈ શકો છો. કોરોળીયા તેની તિવ્ર ગંધ પસંદ આવતી નથી. જેથી જયાં પણ કરોળિયાનું જાળું હોય ત્યાં તેની છાલ રાખો.

ઘરે સ્પ્રે બનાવો

ઘરે સ્પે બનાવવા માટે સૌપ્રથમ લસણની 4 થી 5 કળીની છાલ કાઢીને તેને સારી રીતે પીસી લો.

છંટકાવ કરો

લસણની પેસ્ટને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. આ પછી જ્યાં પણ કરોળિયાના જાળા હોય ત્યાં આ પાણીનો છંટકાવ કરો. તેની ગંધથી કરોળિયાને દૂર ભાગી જશે.

વિનેગાર વાપરો

ઘરમાંથી કરોળિયાને દૂર કરવા માટે તમે વિનેગરની મદદ પણ લઈ શકો છો. આ માટે એક સ્પ્રે બોટલમાં સરખા પ્રમાણમાં પાણી અને વિનેગર નાખો. હવે તેને કરોળિયાના જાળાવાળા વિસ્તારો પર સ્પ્રે કરો.

બારી-બારણા સાફ કરો

જો તમે કરોળિયાને ઘરથી હંમેશ માટે દૂર રાખવા માંગો છો, તો દર થોડા દિવસે રૂમની દિવાલો, ખૂણા, બારીઓ વગેરે સાફ કરો.

તજ મદદ

તજની ગંધથી પણ કરોળિયો ભાગી જાય છે. જેથી જ્યાં વધુ કરોળિયા અને જાળા હોય ત્યાં તજના પાવડરનો છંટકાવ કરવો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Acidity: એસિડિટી દૂર કરવાના ઉપાયો