જ્યારે પણ તમને બર્ગર ખાવાનું મન થાય ત્યારે તમે પણ નજીકના સ્ટોરને શોધતા હશો,પરંતુ જો તમને તે ઘરે બનાવતા આવડતું હોય તો કેવું સારું.
આજે અમે તમને આલૂ ટિક્કી બર્ગર ઘરે કેવી રીતે બનાવી શકાય તેના વિશે જણાવીશું.
1 બર્ગર, 1-4 કપ બાફેલા લીલા વટાણા,1-4 કપ બટાકા,1-4 ચમચી કાળા મરી પાવડર,1-4 લાલ મરચું પાવડર,1-2 ચમચી ધાણા પાવડર,1-2 કપ મેંદો,1-2 કપ બ્રેડના ટુકડા,4-5 ડુંગળીના પતીકા,2-3 ટમેટાના ટુકડા,2 ચમચી મેયોનેઝ, 2 ચમચી ટમેટા સોસ,1-2 ચમચી આદુ-લસણની પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું,તેલ.
સૌથી પહેલા એક બાઉલ લો.હવે તેમાં આદુ-લસણની પેસ્ટ,મીઠું,લાલ મરચું,કાળા મરી અને ધાણા પાવડર નાખો.
હવે મેંદાના લોટમાંથી જાડી પેસ્ટ બનાવો અને આ સામગ્રીને ટિક્કીમાં બોળી લો.
તેમાં બોળ્યા પછી તેને બ્રેડ ક્રમ્બ્સમાં કોટ કરો અને કડાઈમાં તેલ નાખીને તળી લો.
મેયોનેઝ અને ટામેટાના સોસને એક સાથે મિક્સ કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને બર્ગર બનને બંને બાજુથી ઓછું તળી લો.
ત્યારબાદ બનની બંને બાજુ મેયોનેઝ અને ટામેટા સોસની પેસ્ટ લગાવો.
પછી ટિક્કી મૂકો અને ડુંગળી અને ટામેટાના ટુકડા નાખો.
હવે બનની બીજી બાજુ મેયોનેઝ અને ટામેટા સોસ લગંવો અને ઉપર મૂકો.
તમારા આલૂ ટિક્કી બર્ગર તૈયાર છે, તેને ગરમાગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.