લીલા મરચાનું અથાણું ઘણી રીતે બનાવવામાં આવે છે.ઝટપટ લીલા મરચાનું અથાણું ઘરે કેવી રીતે બનાવવું તે જાણીએ.
મરચાં,આદુ,અને લસણનું આ અથાણું ખૂબ જ તેજ તીખું અને ચટપટું હોય છે.
તમે 20 થી 25 મિનિટમાં મરચાં,આદુ,લસણનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો.
1 ચમચી આખાધાણા,જીરું અને અજમો,1-2 ચમચી કાળા મરી,2 ચમચી લાલ મરચું પાવડર,વિનેગર,5 ચમચી આમચૂર્ણ,હળદર,મીઠું સ્વાદ મુજબ,સરસવનું તેલ - 1 કપ,100 ગ્રામ આદુ-લસણ,150 ગ્રામ લીલા મરચાં,2 ચમચી સરસવ,વરિયાળી.
આદુ,લસણ,લીલા મરચાને છરી વડે વચ્ચેથી લાંબા કાપી લો,તેને પંખાંની નીચે સૂકવવા દો જેથી ભેજ ઉડી જાય.
એક પેનમાં તમામ પ્રકારના બીજને સારી રીતે શેકી લો અને ઠંડા થયા પછી પીસી લો.
પછી બીજા પેનમાં સરસવનું તેલ ગરમ કરો અને તેને ઠંડુ થવા દો.
એક વાસમળમાં મરચાં,લસણ,આદુમાં સૂકા મસાલો અને વિનેગર નાખીને બરાબર મિક્સ કરો.
તેમાં સરસવનું તેલ નાખીને લગભગ 4 કલાક સુધી હવાચુસ્ત બરણીમાં રાખો.
લીલા મરચા અને મેથીનું અથાણું 20 થી 30 મિનિટમાં તૈયાર કરી શકાય છે.
1 કપ લીલા મરચા,1 ચમચી વરિયાળી,2 ચમચી મેથીના દાણા,1-4 ચમચી હીંગ,1-4 કપ રાય,1.5 ચમચી વિનેગર,2 ચમચી મીઠું,1 ચમચી જીરું,1 ચમચી સરસવ.
નોન સ્ટીક પેનને ગેસ પર મૂકો. વરિયાળી,મેથી,જીરું,રાયને નાખીને સુગંધ આવવા લાગે ત્યાં સુધી તળી લો.
શેકેલા મસાલાને થોડીવાર ઠંડુ થવા દો, પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો.
એક મોટા વાસણમાં લીલા મરચા અને આ મસાલો નાખો. ઉપરથી એક ચમચી વિનેગર નાખો.
એર ટાઇટ કન્ટેનરમાં તેને ભરીને 2 દિવસ માટે રાખી મૂકો.ત્યાર પછી આ અથાણું ખાવ.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.