આવો જાણીએ પાઇનેપલ ચટણીની ટેસ્ટી રેસીપી


By Jivan Kapuriya14, Jul 2023 01:17 PMgujaratijagran.com

જાણો

પાઇનેપલ ઉનાળા માટે શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તમે તેને આ રીતે કાપીને ખાઈ શકો છો અથવા તમે તેનું જ્યુસ,જામ,ચટણી વગેરે બનાવીને ખાઈ શકો છો. ચાલો આજે જાણીએ તેમાથી મસાલેદાર ચટણી બનાવવાની રેસિપી

સામગ્રી

પાઇનેપલ - 1-2 કપ (ઝીણા સમારેલ), દહી - 1 કપ, નાળિયેર- 1 કપ, સરસવના દાણા - અડધી ચમચી, આદુ - 1-2 ઈંચ, લીલા મરચા -2, મીઠા લીમડાના પાન -2-4, તેલ - 1-2 ચમચી, સ્વાદ માટે મીઠું.

સ્ટેપ -1

પાઇનેપલની ચટણી બનાવવા માટે સૌથી પહેલા પાણી ગરમ કરો અને પછી તેમા પાઇનેપલ ઉમેરીને ઉકાળો.

સ્ટેપ -2

જ્યારે પાઇનેપલ ઉકળ્યા પછી નરમ થઈ જાય ત્યારે તેમાં લીલા મરચા અને આદુ ઉમેરીને થોડીવાર વધુ ઉકાળો.

સ્ટેપ -3

હવે નાળિયેરની પેસ્ટમાં બાફેલા આદુ અને લીલા મરચાં ઉમેરો અને પછી આ મિશ્રણને ગ્રાઈન્ડરમાં પીસીને પેસ્ટ બનાવો.

સ્ટેપ -4

હવે બાફેલા પાઇનેપલને મેશ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને નાળિયેરમાંથી તૈયાર કરેલી પેસ્ટમાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ -5

ચટણીને ગરમ કરવા માટે તેલ ગરમ કરો અને તેમા મીઠા લીમડાના પાન અને સરસવના દાણા ઉમેરી પકાવી લો.

સર્વ

જ્યારે મીઠા લામડાના પાન તળાઈ જાય ત્યારે આ ટેમ્પરિંગને પાઇનેપલ પેસ્ટમાં ઉમેરો, પાઇનેપલની ચટણી તૈયાર છે.તમે તેને રોટલી, ચપાતી,પરોઠા વગેરે સાથે સર્વ કરી શકો છો.

તમે પણ અનાનાસની ચટણી બનાવો અને રેસીપી ગમે તો શેર કરજો.

શ્રેષ્ઠ પોષક તત્વો માટે વેગન ફૂડને ખાવું જોઈએ