આજકાલ મોબાઈલ ફોન બાળકોની જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયા છે. એવામાં બાળકો કલાકો સુધી મોબાઈલ જોવામાં વ્યસ્ત રહે છે, જેનાથી તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.
વધારે સ્ક્રીન ટાઈમ બાળકો માટે હાનિકારક નીવડી શકે છે, તો ચાલો જાણીએ બાળકોને સ્માર્ટફોનની લતથી બચાવવા માટેના કેટલાક આસાન ઉપાય
બાળકોને મોબાઈલનો ઉપયોગ કરવા માટે ચોક્કસ સમય આપો. ટાઈમ લિમિટ નક્કી કરવાથી બાળકો મોબાઈલમાં ઓછો સમય બગાડશે.
બાળકોને આઉટડોર ગેમ્સ, પુસ્તકો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરો. આમ કરવાથી બાળકો ફોન પર ઓછું ધ્યાન આપશે.
જો તમારું બાળક જમતી વખતે પણ ફોનમાં વ્યસ્ત રહેતું હોય, તો ખાતી વખતે અને ફેમિલી ટાઈમમાં ફોનનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરો.
સૂવાના સમય પહેલા ફોનનો ઉપયોગ બંધ કરવાથી ઊંઘની ગુણવત્તા સુધરશે, જે સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરશે.
બાળકો મોટાઓની નકલ ઝડપથી કરે છે. આથી માતા-પિતાએ પોતે પણ ફોન પર ઓછો સમય પસાર કરવો જોઈએ.
ફોન વાપરવાની જગ્યાએ બાળકોને પેઈન્ટિંગ, મ્યુઝિક, રમતગમત અને હોબી ક્લાસ જેવી પ્રવૃત્તિઓમાં એક્ટિવ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.