Food Safety and Standards Authority of India(FSSAI) ધ્વારા પ્રમાણપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં મસાલામાં ભેળસેળને કેવી રીતે ચકાસવું તેને લઈને વિગતો આપવામા આવી છે. આવો જાણીએ શું છે તે અને તમે કેવી રીતે નકલી મસાલાને પારખી શકો છો
ધાણા પાવડરમાં લોટની ભૂકી અને ઘાસ ઉમેરવામાં આવે છે. જીરાને તમે સુઘીંને તપાસી શકો છો. આ સિવાય તમે એક ગ્લાસ પાણીમાં પાવડર મિક્સ કરીને તપાસો, જો તે સ્થિર રહે છે તો પાવડર અસલી છે.
જામફળની છાલ સાથે ઘણીવાર તજની ભેળસેળ કરવામાં આવે છે. તજની છાલની ટોચ ઉપરથી ચીકણી હોય છે. અસલી તજ અંદરથી ભરેલી હશે. જ્યારે જામફળની છાલ ખરબચડી અને હોલી હોય છે.
બટાકાના બે ટુકડા કરો અને તેમની વચ્ચે મીઠું અને લીંબુનો રસ નાખો. જો ભેળસેળ કરેલું હશે તો મીઠું રંગ છોડી દેશે
જીરાના રંગમાં પણ કેમીકલયુંક્ત રંગો ઉમેરીને ભેળસેળ કરવામાં આવે છે. જીરું લઈને તેને હથેળી પર ઘસો, જો તેમાંથી રંગ નીકળી જાય તો તે નકલી છે.
જીરાના રંગમાં પણ કેમીકલયુંક્ત રંગો ઉમેરીને ભેળસેળ કરવામાં આવે છે. જીરું લઈને તેને હથેળી પર ઘસો, જો તેમાંથી રંગ નીકળી જાય તો તે નકલી છે.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરો. જો હળદર અસલી હશે તો પાણીમાં ઓગળવાથી તે આછો પીળો રંગ આપશે.
હીંગને ચકાસવા માટે તેને એક ચમચીમાં લઈને સળગાવી લો. જો તે સંપૂર્ણપણે બળી જાય તો તે એ અસલી હિંગ છે.
લાલ મરચાના પાવડરમાં હાનિકારક કેમિકલ રંગો ઉમેરવામાં આવે છે. આની તપાસ કરવા માટે તમે એક ગ્લાસ પાણીમાં લાલ મરચું નાખીને જુઓ, જો તે તરવા લાગે તો માની લેવું કે તે અસલી છે
પપૈયાના બીજને કાળા મરી સાથે ભેળવવામાં આવે છે. આ તપાસવા કાળી મરીને પાણીમાં ડુબાડો જો કાળી મરી અસલી હશે તો તે પાણીમાં ડૂબી જાય છે.