થેપલા તો તમે ખાધા હશે, પરંતુ આજે અમે તમને ખીચડીના થેપલાની યુનિક રેસીપી જણાવીશું.
બચેલી ખીચડી, મીઠું, લાલ મરચું પાવડર, ઘઉંનો લોટ, હળદર, જીરું, હિંગ, કોથમીર, પાણી, તેલ.
સૌ પ્રથમ એક કાથરોટમાં બચેલી ખીચડી લો અને હળવા હાથે મેશ કરી લો.
હવે તેમાં થોડો ઘઉંનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર,હળદર, જીરું વગેરે ઉમેરો.
હવે તેમાં કોથમરી, જરૂર મુજબ પાણી અને તેલ ઉમેરીને મિક્સ કરી લોટ બાંધી લો.
હવે લોટમાંથી નાના નાના લૂઆ બનાવી પાટલા પર થેપલા વણી લો.
હવે એક તવો ગરમ કરી તેના પર એક ચમચી તેલ નાખી થેપલાને શેકી લો.
તૈયાર છે ખીચડીના યુનિક થેપલા, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.