શિયાળામાં ઘરે બેઠા ઝડપથી વજન ઘટાડવા માટે આ એક્સરસાઇઝો કરો


By Vanraj Dabhi24, Nov 2023 11:42 AMgujaratijagran.com

શિયાળામાં ઘરે બેસીને કરો આ એક્સરસાઇઝ

શિયાળામાં ઘરની બહાર નીકળવાનું મન ન થાય. ખાસ કરીને જ્યારે એક્સરસાઇઝની વાત આવે છે. આ તકે ઘરે બેઠા બેઠા વજન વધવા લાગે છે. તેથી આજે અમે તમને કેટલીક એવી એક્સરસાઇઝો જણાવીશું જેને કરીને તમે ઘરે બેસીને ફિટ રહી શકો છો.

સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ

ઘરમાં એક્સરસાઇઝ કરવા માટે શરીરને સ્ટ્રેચ કરવું ખૂબ જ જરૂરી છે. સ્ટ્રેચિંગ શરીરને ગરમ કરે છે અને એક્સરસાઇઝને સરળ બનાવે છે.

પ્લેન્ક એક્સરસાઇઝ

શિયાળામાં ઘર બેસીને જ ફિટ રહેવા માટે તમે પ્લેન્ક એક્સરસાઇઝ કરી શકો છો. આ એક્સરસાઇઝ એક મિનિટ માટે થવી જોઈએ. આ પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે.

પુશઅપ્સ એક્સરસાઇઝ

પુશઅપ્સ કરવાથી વજન ઘટાડવામાં અને શરીરને ટોન કરવામાં ઘણી મદદ મળે છે. પુશઅપ્સ કરવાથી છાતી, એબ્સ, હાથના સ્નાયુઓ અને કરોડરજ્જુ મજબૂત થાય છે.

બર્પી એક્સરસાઇઝ

શરીરને ફિટ રાખવા માટે બર્પી એક ઉત્તમ એક્સરસાઇઝ માનવામાં આવે છે. આમ કરવાથી કેલરી બર્ન થાય છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

લંગીસ એક્સરસાઇઝ

આ એક્સરસાઇઝ ઓછામાં ઓછી એક મિનિટ માટે કરવી જોઈએ. આ એક્સરસાઇઝ કરવાથી શરીરનો નીચેનો ભાગ મજબૂત બને છે અને જાંઘની માંસપેશીઓ પણ મજબૂત બને છે.

બટક્સ બ્રિજિંગ એક્સરસાઇઝ

આ એક્સરસાઇઝ કરતી વખતે શ્વાસને ઉપર-નીચે લેવાનો હોય છે. આ યોગ કરવાથી હિપ્સ અને જાંઘના સ્નાયુઓ મજબૂત બને છે. આ એક્સરસાઇઝ ઓછામાં ઓછી એક મિનિટ માટે કરવી જોઈએ.

રિવર્સ ફ્લાય એક્સરસાઇઝ

આ એક્સરસાઇઝ કરવાથી શરીર સ્ટ્રેચ થાય છે. આમાં શરીરના ભાગને હવામાં ઉંચો કરો અને શરીરને સીધું રાખીને તેને ધીમે ધીમે નીચે કરો અને તેને પ્રથમ સ્થાન પર લાવો.

વાંચતા રહો

તમે પણ શિયાળામાં ઘરે બેસીને આ એક્સરસાઇઝ કરીને ઝડપથી વજન ઘટાડી શકો છો, સ્ટોરી ગમે તો લાઈક અને શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિન્ટર હેર કેર ટિપ્સ : શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય