હોઠ ચહેરાની સુંદરતામાં વધારો કરે છે પરંતુ જો તે ફાટી જાય તો સુંદરતા બગડી જાય છે.
જો હવામાનમાં ફેરફારને કારણે હોઠ ફાટવા લાગે છે જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે. હોઠ ફાટવાથી દુખાવો પણ થાય છે.
ફાટેલા હોઠથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયોની મદદ લઈ શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
જો તમારા હોઠ ફાટી ગયા હોય તો દરરોજ સૂતા પહેલા તમારા હોઠ પર દૂધની મલાઈ લગાવો અને 2 મિનિટ સુધી તમારા હોઠ પર માલીસ કરો.
ફાટેલા હોઠ પર મધના બે ટીપા ખાંડમાં મિક્સ કરીને લગાવો. આમ કરવાથી તમારા હોઠ જલ્દી જ સોફ્ટ બની જાય છે અને ફાટતા બંધ થઈ જાય છે.
હોઠની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા નારિયેળનું તેલ પણ લગાવી શકાય છે.
આ સિવાય હોઠને પહેલા જેવા સુંદર દેખાવા માટે બદામના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.