Khandvi Recipe: ગુજરાતી ખાંડવીની યુનિક રેસીપી ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi04, Oct 2024 10:48 AMgujaratijagran.com

ખાંડવી રેસીપી

ગુજરાતી ફરસાણમાં ખાંડવી એક સ્વાદિષ્ટ વાનગી છે તે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો, જાણી લો રેસીપી.

સામગ્રી

ચણાનો લોટ, બેકિંગ સોડા, ખાટી છાશ, પાણી, મીઠું, હળદર, તેલ, મીઠા લીમડાના પાન, રાઈ, લીલા મરચા, કોથમીર, લાલ સુકા મરચા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ,છાશ,પાણી ઉમેરીને ફીણી લો.

સ્ટેપ-2

હવે તેમાં મીઠું,બેકિંગ સોડા ઉમેરો તેને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે હલાવતા રહીને જાળી પડવા લાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ-4

હવે તેને એક પ્લેટ પર તેલ લગાવી ફેલાવી દો.પછી તેને ચપ્પુ વડે પાતળી કટીંગ કરી રોલ વાળી પ્લેટમાં મુકો.

સ્ટેપ-5

હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ,હિંગ,લાલ સુકા મરચા,લીમડાના પાન નાખીને વઘાર કરીને ખાંડવી પર રેડો.

વાંચતા રહો

તૈયાર છે ખાંડવી તમે સર્વ કરો, રેસીપી ગમે તો લાઈક-શેર કરોજ અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bardoli Patra: બારડોલીના પ્રખ્યાત અળવીના પાત્રા