આંખની રોશની સુધારવા માટે તમે લાઈફસ્ટાઈલ અને ડાયટમાં જરૂરી ફેરફાર કરી શકો છે. આંખની એક્સરસાઈઝ કરવાથી દ્રષ્ટી સુધરવા સાથે માથાના દુખાવા જેવી સમસ્યામાંથી પણ બચી શકાય છે.
આંખની આ એક્સરસાઈઝ કરવા માટે તમે સીધા બેસી જાવ. જે બાદ આઈ બૉલને પહેલા ઉપર અને પછી નીચે લઈ જાવ. આ મૂવમેન્ટ તમે દરરોજ 10 વખત કરો.
આંખથી પણ પુશઅપ કરી શકાય છે. આ માટે તમારે અંગૂઠાને નાક સાથે દબાવવાનું છે. જે બાદ ધીમે-ધીમે ફોક્સ રાખીને અંગૂઠાને આંખથી દૂર લઈ જાવ. થોડીવાર સુથી અંગૂઠા પર ફોકસ રાખો અને પછી ફરીથી અંગૂઠાને નાકની નજીક લાવો.
આંખની આ એક્સરસાઈઝમાં તમારે ઝડપથી બ્લિન્ક કરવાનું છે. આ એક્સરસાઈઝ તમારે 10 સેકન્ડ કરવાની છે. આ એક્સરસાઈઝ તમે ગમે ત્યાં કરી શકો છો.
આંખ માટે 20-20-20 રૂલ ખૂબ જ જરૂરી હોય છે. જો તમે લાંબા સમય સુધી સતત કોમ્પ્યુટર સ્ક્રિન જોઈ રહ્યા હોવ, તો 20 મિનિટનો બ્રેક લો. સરળ શબ્દોમાં સમજીએ તો, આ રૂલમાં તમારે 20 મિનિટ સ્ક્રીન જોવાની છે. જે બાદ 2- ફૂટ દૂરની વસ્તુને જોવાનો પ્રયત્ન કરવાનો છે. આખરે 20 સેકન્ડનો બ્રેક લેવાનો છે.