દિવાળીના તહેવાર પર યુનિક ફરસાણની વાનગી બનાવવા માંગતા હવો તો તમે ઘરે પડવાળી પુરી બનાવી શકો છો.
મેંદાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, અજમો, ઘી, તેલ, કાળા મરી પાવડર, પાણી.
એક બાઉલમાં મેંદાનો લોટ,મીઠું,અજમો,ઘી,કાળા મરીનો પાઉડર નાખીને બધું સારી રીતે મિક્સ કરી તેમાં થોડું પાણી ઉમેરીને થોડો કડક લોટ બાંધી લો.
હવે લોટને 20 મિનિટ સેટ થવા દો અને બીજા બાઉલમાં ચોખાના લોટ અને ઘી મિક્સ કરો
20 મિનિટ સેટ થયા પછી લોટના બોલ બનાવીને પાટલા પર થોડું ઘી લગાવીને વેલણ વડે મોટી અને પતલી રોટલી વણી લો.
હવે એક પછી એક એમ ત્રણ રોટલી પર ઘી અને લોટની પેસ્ટ લગાવી દો અને ત્રણ પડ વારીને તેને એકબાજુ થી રોલની જેમ વાળી દો.
આ રોલને થોડો પાટલા પર ફેરવીને લાંબો કરી લો અને પછી રોલને 1 ઇંચના ટુકડાઓમાં કાપીને એક ટુકડો લો અને તેને પાટલા પર મુકીને પુરી વણી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને પુરીને તળી લો, તૈયાર છે પળવારી ફરસી પુરી તમે તેને તમે 15 દિવસ સૂધી સ્ટોર કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.