ફૂલવડી એ ચણાના લોટની એક જાતની વડી કે ચણાના લોટનું મસાલાદાર ભજિયું છે. આ દિવાળી પર તમે યુનિક રેસીપીમાં ઘરે ટ્રાય કરી શકો છો.
ચણાનો લોટ, દહીં, તેલ, હળદર, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, મીઠું, ખાંડ, બેકિંગ સોડા, તલ, પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો કરકરો લોટ, મરી પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર, ખાંડ, તેલનું મોણ, મીઠું, તલ, અને દહીં નાખી મિક્સ કરો.
હવે લોટને બરાબર મસળીને પરોઠા જેવો લોટ બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ઝારાની મદદથી ફૂલવડી પાડી લો.
ફૂલવડીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી પછી એક બાઉલમાં કાઢી લો.
તૈયાર છે ફુલવડીની રેસીપી, તમે ચા સાથે અને દહીં ના રાયતા સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.