દરેક વ્યક્તિ વારંવાર બાથરૂમમાં ટાઇલ્સ, દિવાલો અને ફ્લોર સાફ કરે છે પરંતુ બાથરૂમમાં રાખવામાં આવેલા ગંદા મગને સાફ કરવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં તેના પર ગંદકી જમા થવા લાગે છે જે વધુ પડતી જમા થઈ જાય પછી તેને સાફ કરવી મુશ્કેલ બની જાય છે. તેથી આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લાવ્યા છીએ જેની મદદથી તમે બાથરૂમના ગંદા મગને પણ સરળતાથી સાફ કરી શકશો.
તમે બ્લીચ પાવડરની મદદથી ગંદા મગને પણ સાફ કરી શકો છો. તેને મગ પર લગાવીને થોડીવાર પછી સાફ કરી લો.
તમે ગંદા અને ચિકાસ વાળા મગમાં કોસ્ટિક સોડા અને પાણી મિક્સ કરીને તેની આ પેસ્ટ લગાવો. તેનાથી ગંદા મગ નવા જેવા સાફ થઈ જશે.
બ્રશની મદદથી ગંદા મગ પર ટૂથપેસ્ટ લગાવો. આમ કરવાથી મગમાંથી ગંદકી સાફ થઈ જશે.
બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને મગની ચારે બાજુ લગાવો. તેનાથી મગ નવા જેવા ચમકશે.
તમે મીઠું અને વિનેગરના દ્રાવણથી પણ મગને ચમકદાર બનાવી શકો છો. આ દ્રાવણને મગમાં લગાવો અને થોડીવાર પછી પાણીથી સાફ કરો.
મગ પર જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરો. લીંબુને મગમાં સારી રીતે ઘસો અને પછી તેને પાણીથી ધોઈ લો. તેનાથી તે ચમકશે.
મગને સાબુવાળા પાણીથી ભરો અને તેને આખી રાત પળાળી રાખો પછી તમે સવારે તેને સ્વચ્છ પાણીથી ધોશો તો તે ચમકવા લાગશે.
તમે ગંદા મગને સાફ કરવા માટે પણ આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.