જ્યારે આપણે લાંબા સમય માટે ટ્રાવેલ કરતા હોઈએ છીએ, ત્યારે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર રહેતી હોય છે. જેટલી સારી તૈયારી આપણે રાખીએ છે તેટલી સારી મુસાફરી કરી શકીએ છે. ટ્રાવેલીંગમાં ખાસ કરીને ખાવાની સમસ્યા રહેતી હોય છે, હંંમેશા આપણે બહારના પેકેટ ફુડ નથી ખાઈ શકતા તે સ્વાસ્થ્ય માટે પણ એટલા હેલ્ધી નથી માનવામાં આવતા. આના ઉપાય માટે આ સ્ટોરીમાં અમે તમને 6 સ્વાદિષ્ટ નાસ્તો વિશે જણાવીશું જે તમે સાથે લઈ જઈ શકો છો
સેન્ડવીચ પણ ટ્રાવેલીંગ ફુડ માટે પરફેક્ટ ચોઈસ છે, આ માટે તમે વેજ અથવા પનીર સેન્ડવિચ બનાવી શકો છો. તમે તેને સરળતાથી અને ઝ઼ડપથી બનાવી શકો છો
તમે ઘરે પોપકોર્ન તૈયાર કરી શકો છો અને તેને તમારા સ્વાદ અનુસાર કસ્ટમાઇઝ પણ કરી શકો છો. પોપકોન્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જેનાથી તમને વારંવાર ભૂખ નથી લાગતી.
મખાના નાસ્તામાં ખાવામાં આવતો સૌથી લોકપ્રીય ખોરાક છે, આમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે. ટ્રાવેલીંગ માટે આ અનુકૂળ નાસ્તો છે
સફર કરતી વખતે શરીરમાં સૌથી વધું ઉર્જાની જરૂર પડે છે, અને તે આપણને પ્રોટીનયુક્ત ખોરાકમાંથી મળે છે માટે તમે નાશ્તામાં રોસ્ટેડ બદામ, જેમ કે મગફળી અને હેઝલનટ લઈ જઈ શકો છો આને તમે સરળતાથી બનાવી શકો છો
સફર કરતી વખતે શરીરમાં સૌથી વધું ઉર્જાની જરૂર પડે છે, અને તે આપણને પ્રોટીનયુક્ત ખોરાકમાંથી મળે છે માટે તમે નાશ્તામાં રોસ્ટેડ બદામ, જેમ કે મગફળી અને હેઝલનટ લઈ જઈ શકો છો આને તમે સરળતાથી બનાવી શકો છો
આખા અનાજના ક્રેકર મુસાફરી વખતે લઈ જ્વાય તેવો ક્રન્ચી અને ફાઇબરથી ભરપૂર નાસ્તાનો વિકલ્પ છે
તમે રિફાઈન્ડ ઘઉંનો લોટ, પાણી, મીઠું અને અજવાઈન વડે બેકડ નમક પારે ઘરે બનાવી શકો છો. આ ટ્રાવેલમાં ખાવા માટેનો હળવો અને ફુલફીંલીગ નાસ્તો છે