આ સરળ અને અસરકારક આયુર્વેદિક રીતો અપનાવો વજન વધારવામાં કરશે મદદ


By Smith Taral21, Mar 2024 01:57 PMgujaratijagran.com

તમારું વજન ઓછું છે એનો અર્થ છે કે તમારા વિટામિન્સ અને મિનરલ્સની કમી છે.આ માટે તમારે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ જેમાં કેલરી વધારે હોય, આ સ્ટોરીમાં આપણે કેટલી આયુર્વેદિક રીતો વિશે જાણીશું જેનાથી તમે સરળતાથી વજન વધારી શકો છો.

સોયા

સોયામાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, ફાઇબર જેવા પોષક તત્વો રહેલા હોય છે જે શરીરને સ્વસ્થ અને વજન વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે.

નિયમિત કસરત

કસરત કરવાથી માત્ર વજન ઘટાડી જ શકાતું નથી પણ વધારી પણ શકાય છે. કેટલીક ફેટ-બર્નિંગ એક્સરસાઇઝ કરવાથી મસલ્સને વધારી શકાય છે.

સારી ઊંઘ

વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે લગભગ 8 કલાકની સારી ઊંઘ મેળવવી મહત્વપૂર્ણ છે. જો આ પૂરતી ઊંઘ લેવામાં ના આવે તો ખોરાકની સકારાત્મક અસર શરીરને થતી નથી.

ભોજન પહેલાં અને પછી પાણી ન પીવું

આ ભૂલ કે આદત ઘણાં લોકોમાં હોય છે, ભોજન પહેલાં અને પછી પાણી પીવાનું ટાળવું જોઈએ.

ભૂલથી પણ છાલ સાથે બદામ ખાશો નહિ થશે આ નુકસાન